25
Jul
2020

Ankita-Dead or Alive? (A suspence Story) Part -1

આરવને વિચારો મા ખોવાયેલો જોઈ સુમિતે પ્રશ્ન કર્યો… શું ભાઇ ક્યા ખોવાયો?

અરે ક્યાય નઈ …આરવે જવાબ આપ્યો.

અરે ના કઈક તો છે,બોલ-બોલ.

શું હોય સુમિત ?કઈ નથી.(આરવ અકળાઈને બોલ્યો)

હા ભાઇ કઈ નથી,અને એટલે જ તુ આમ અકળાયો નઈ?

અરે છોડને યાર કઈ ખાસ નથી.

અરે ભાઇ તુ બોલ તો ખરો ખાસ છે કે નહી  એતો હુ નક્કી કરીશ. આમ કહી સુમિત થોડુ હસ્યો.

જવાબમાં આરવે બસ નાનકડી એક સ્માઇલ આપી. અને  બન્ને થોડો સમય મૌન રહ્યા.

ક્યારેય વિચાર્યુ છે કે અંકિતાનુ  નિધન આમ અચાનક કેમ થઇ ગયુ?કહી આખરે આરવે પોતાના મનમા વહી રહેલા એ વિચારરૂપી ઝરણાને સુમિતના કાન સુધી વહાવી મૌન તોડ્યું.

આના કરતા તો ભાઇ તુ ના બોલ્યો હોત તો સારુ પણ હા આરવ, અંકિતાના મોત બાબતે વિચારવાનુ કઈ નથી,એતો તને પણ ખબર છે કે અંકિતાને કોરોના હતો….તો પછી ….

(સુમિતને વચ્ચે રોક્તા આરવ ફરી બોલ્યો)

હા ભાઈ ખબર તો છે તેમ છતા પુછુ છુ એમ નથી લાગ્તુ કે, અંકિતાનુ નિધન અચાનક થયુ?

આરવ,કોરોનાની ગંભીરતા વિશે કદાચ તુ પણ અજાણ તો નહી જ હોય, અને એમ જ છે ભાઇ, તો મને કઇ સમજાતુ નથી કે તુ આમ કેમ બોલે છે….તુ મને મુંજવી રહ્યો છે આરવ.(આમેય સુમિત ન બોલ્યો હોત તોય તેના મોઢા પર તણાયેલી રેખાઓ તેની મુંજવણને છતી કરવા મા ઉણી ઉતરે તેમ તો ન જ હતી)

સુમિતની મુંઝવણ દુર કરવા પોતાની વાતને સ્પષ્ટ કરતા આરવ બોલ્યો ,સુમિત તું અને હું બન્ને જાણીએ છીએ કે અંકિતાને દાખલ કરી તેના ત્રીજા દિવસથી તબિયત સુધારા પર હતી અને થોડા જ દિવસમાં અંકિતાને હોસ્પિટલમાથી રજા પણ મળવાની હતી, તો પછી આ અચાનક શું થયું?અંકિતાની જગ્યાએ તેની મોતના સમાચાર કેમ આવ્યા?

અરે આરવ, હું માનુ છુ કે તારુ સપનુ એક પોલીસ ઑફિસર બનવાનુ હતું પણ એના માટે એ જરુરી નથી કે દરેક બાબત ને શંકાની નજરથી જ જોવી.

હા, શુ કરુ? ટેવ જે પડી ગઇ છે (હળવા હાસ્ય સાથે આરવ બોલ્યો)

પેકેટમાથી બે સિગારેટ કાઢી એક આરવને આપતા સુમિત બોલ્યો…. હા,ટેવની વાત સાચી પરંતુ આરવ, આ એક એવો ભયંકર રોગ કે જેની સામે વિશ્વની ટોચની હેલ્થ કેર સુવિધા ધરાવતા દેશો પણ ઘુટણીયે છે તો આવા રોગનો શિકાર બનેલ અંકિતાના મોત બાબતે કોઇ અન્ય શક્યતા વિશે વિચારવુ એ મને તો કઇ જરુરી નથી લાગ્તુ……અને પોતાની સિગારેટને સળગાવી કસ ખેચવાનુ શરુ કર્યુ…

સુમિત હુ તારી વાત સાથે સહમત છુ ઇંફેક્ટ મે તો એવા પણ ગણા કેસ જોયા છે કે પેશન્ટ સંપુર્ણ સાજા થવાથી એમને હોસ્પિટલમાથી રજા પણ આપી દેવામા આવી હોય , અને તેમને ફરી કોરોનાની અસર જણાયા બાદ મુત્યુ થયુ હોય , પણ અંજલીના કેસમાં શંકાનુ કારણ એ કે કોરોનાના અત્યાર સુધીના કેસ ધ્યાને લેતા જણાશે કે અન્ય કોઇ રોગથી પિડાતા હોય અને રોગપ્રતિકારક શક્તિ વધુ ન હોય,ખાસ કરી એવા કોરોના પેશન્ટના જ મુત્યુ થયા છે .અને  અંકિતા ને હુ જાણુ છુ ત્યાં સુધી તેને કોઇ રોગ તો હતો નહી અને રોગ પ્રતિકારકશક્તિ પણ નબળી હોય તેવુ મને તો લાગતુ નથી.અને સુમિત , અંકિતાનો ખોરાક અને તેની શરીર સાચવવાની ઢબ જોતા એ શારિરીક રીતે નબળી હોય તેમ માની લેવાની પણ કઈ જરુર નથી. તો પછી આમ અંકિતાની તબિયત સુધારા પર હોવા છતા પણ તેનુ મોત કેવી રિતે થયું?કઇક વિચિત્ર નથી લાગતુ તને?

આરવ એ વાત તો હુ પણ જાણુ છુ કે કોરોનાનો મુત્યુ દર ઓછો  છે અને તે જે  કીધી તે વાતોને પણ હુ નકારતો નથી .પણ કોરોનાનો મુત્યુ દર ઓછો ઓછો હોવાનો અર્થ એ તો ન જ કાઢી શકાય કે તેનુ મુત્યુ કોરોના ના કારણે નથી  જ થયુ.

અને પોતાની વાત ને આગળ વધારતા સુમિત બોલ્યો મને એક વાત કહે આરવ કે,બાઇક અને કાર નો અકસ્માત થયો હોય, અને બાઇકસવારની સ્થળ પર જ ડેથ થઈ હોય તો આપણે તેનો મર્ડરર થોડો શોધિશું?દેખીતુ જ છે ને કે અકસ્માતમા થયેલી ઇજાઓ ને કારણે તેનુ મુત્યુ થયુ છે.બસ એજ અહિયા છે, કોરોના આવ્યો અને આપણી અંકિતાને લઇ ગયો.જો આરવ અંકિતા આપણા વચ્ચે નથી એનુ દુખ મને પણ છે…પરંતુ એમા આટલુ વિચારવાની જરુર શી?

પણ એવુ પણ હોઇ શકે ને સુમિત કે એ અકસ્માત નહિ પણ ઇરાદાપુર્વક કરેલ એક હત્યા હોય? સુમિતે આપેલી સિગારેટનો કશ ખેચતા આરવ સહજ બોલ્યો.

સાંભળી સુમિત અકળાયો, થોડો હસ્યો પણ ખરો, પણ તેની અકળામણે તેના હાસ્યને હોઠ પર વધુ સમય ટકવા દિધુ નહી. (સિગારેટનો એક ઉંડો કશ લઈ)તે બોલી  ઉઠ્યો, અરે આરવ કેમ આમ કરે છે યાર ?અંકિતાના મોતનુ કારણ દેખિતી રિતે કોરોના છે તો પછી તુ એ સ્વિકારવા તૈયાર કેમ નથી ભાઇ?સુમિત વધુ ને વધુ અકળાતો જતો હતો અને ગુસ્સો પણ ક્યાં ઓછો હતો? શું ચાલે છે તારા મનમાં?સારુ ચાલ એક સમયે હુ સ્વિકારુ કે અંકિતાનુ મોત કોરોનાના કારણે નથી થયુ તો ,તને શુ લાગે છે,શું હશે તેના મોતનુ કારણ ? અને આવા તો કેટલાય પ્રશ્નો સુમિત એક સાથે પુછી ગયો. અધિરાઇ, ગુસ્સો, અકળામણ કોણ જાણે કેટલા ભાવોને દર્શાવતી રેખાઓ સુમિતના મોઢા પર ચિતરાઈ ચુકી હતી.

સુમિતની અકળામણ અને અધિરાઇ ને સમજતા અને પોતે જે જાણે છે તે વાત સુમિત ને નહિ કહે ત્યા સુધી  સુમિત પોતાને સમજસે નહી તેની ખાત્રી થતા આરવે સુમિતને શાંત પાડતા અને વાત ને વધુ ન લંબાવતા કહ્યુ, સુમિત, મેં અંકિતાની ડેથના બે દિવસ પહેલા તેના ભાઇ રાઘવને હોસ્પિટલમાં જોયો હતો.

ભાઈનુ નામ સાંભળતા જ સુમિત સ્તબ્ધ રહી ગયો, આખો પહોળી થઈ,આજથી પાચ વર્ષ પહેલા બનેલો એ ભયાનક બનાવ યાદ આવ્યો,અજય પર થયેલો એ હુમલો અને ત્યારબાદ ક્યારેય ન દેખાયેલો રાઘવ આ બધુ તેને હચમચાવી ગયુ બની શકે તેનુ હ્રદય એકાદ ધબકારો ચુકી પણ ગયુ હોય.પોતાની જાત ને પરાણે સંભાળી સુમિત બોલ્યો, “હા આરવ, કાર અને બાઇક વચ્ચેનો અકસ્માત અને તેથી થયેલુ મોત એક ઇરાદાપુર્વકની હત્યા પણ હોઈ શકે.”

તે દિવસ બાદ ક્યારેય ન દેખાયેલો રાઘવ પાચ વર્ષ બાદ અચાનક તારી નજરે ચડે અને તે પણ અંકિતાના મોતના બે દિવસ પહેલા……!  હા, આરવ આ કો-ઈન્સિડન્ટ તો ન જ હોઈ શકે.પણ તુ આજે આ વાત કરી રહ્યો છે મને …પહેલા કેમ ન કીધુ? અને તુ હોસ્પિટલમા કેમ ગયો તો ભાઇ ?અને તે એને જોયો તો કઈ વાત કરી હતી એની સાથે કે નઈ?તે પુછ્યુ આટલા વર્ષ સુધી તે ક્યા હતો?અને ત્યા હોસ્પિટલમા શુ કરતો હતો?આવા તો કેટલાય સવાલ સુમિત પુછી ગયો.અને ખબર નઈ કેટ્લા ના જવાબ તેને મળ્યા અને કેટલા ના નહી . અને મળ્યા તે પણ સાચા કે ખોટા તે પણ આરવ જ જાણતો હતો.પણ આ સવાલ પુછતા સમયે સુમિત ઘણો બેચેન જણાતો હતો.સુમિત કોઇ ગભરાહટ મહેસુસ કરતો હોય તેમ જણાઈ રહ્યુ હતુ.રાઘવને આરવે હોસ્પીટલમા જોયો તેની જાણ સુમિત માટે જાણે એક નવી જ બીખ લઈ ને આવી.

સુમિતની આ બેચેની પોલીસની નોકરી ભલે ન કરતો હોય પણ પોલીસતુલ્ય નજર ધરાવતા આરવને ધ્યાને ચડી અને જાણે આરવ પામી ગયો હોય કે સુમિતની આ બેચેનીનુ કારણ અંકિતા કે તેનુ મોત નઈ પરંતુ અન્ય કઈ છે એમ તેણે સુમિત સાથેની વાત-ચિત દરમિયાન તેના વર્તન અને તેના દરેક પ્રશ્નો તથા જવાબ પર ધ્યાન રાખવાનુ શરુ કર્યુ.સુમિત વધુ ને વધુ ગુચવાતો હતો,બેચેની વધતી જતી જણાતી હતી.અધુરામા પુરુ, હવે તો સુમિતના શરીરે પસીનો નિતારવાનુ પણ શરુ કરી દિધુ હતુ અને તે પણ લૉએસ્ટ એ.સી. ટેમ્પરેચર ધરાવતા રૂમમાં….!!!આથી આરવ હવે સ્યોર થઈ રહ્યો હતો કે સુમિત જરુર તેનાથી કઈ છુપાવી રહ્યો છે.

ઑલ ગૂડ ?પાણી નો ગ્લાસ ઑફર કરતા  આરવે પુછ્યુ

હા…હા… આઇ એમ ઓકે ,,,પસીનો લુછતા સુમિતે જવાબ આપ્યો

અરે નઈ, આ એ.સી. ઑન છે તોય તુ પસીનાથી રેબઝેબ છે એટલે કહુ છુ.

ખ..ખ..ખબર નઈ કેમ આ..આ…આમ થાય છે?એકદમ શુધ્ધ બોલવા ટેવાયેલ સુમિત આજે તોતડાઇ રહ્યો હતો અને આરવ આ બધુ માર્ક કરી રહ્યો હતો .

એક્ટિંગ સારી કરી લે છે હો….બોલી આરવ સુમિત સામે જોઇ રહ્યો

આ સંભળતા જ સુમિત ધ્રુજી ઉઠ્યો,લાગ્યુ હવે તો આરવને જાણ થઈ જ જશે કે પોતે તેનાથી કઈ છુપાવી રહ્યો છે,સુમિતને તો જાણે પગ નીચેથી જમીન સરી પડી.ટેબલ પડેલા જગ વડે પાણીનો ગ્લાસ ભરી સુમિત એક ટશે ઘટ્ઘટાવી ગયો . જાણે વર્ષોથી તરસ્યો ન હોય…!!!શહરાના રણમાથી આવેલો એક મુસાફર જ જોઇ લો……

એક્ટિંગ, કેવી એક્ટિંગ? શાની વાત કરે છે તું? પોતાના હકલાવા અને ધ્રુજવા પર આરવની નજર ના જાય તેના તમામ પ્રયત્નો કરતો સુમિત માંડ માંડ બોલ્યો

અરે આ હક્લાવવાની એક્ટિંગ કરે છે તે… બોલી આરવ હસ્યો અને ઉમેર્યુ , બાકી બારપણથી તારી જોડે છુ ક્યારેય તને આવી રિતે હકલાતા નથી જોયો .

સુમિત માંડ પણ થોડુ હસ્યો ખરો …. અને બોલ્યો અરે ભાઇ આરવ, હકલાવવાની તો કઈ એક્ટિંગ હોય? આ તો રાઘવના નામ નો મારા મન મા તે દિવસથી પેસી ગયેલો ડર મને આમ હકલાવે અને ધ્રુજાવે છે.

હા, સુમિત પાચ વર્ષ પહેલાનો એ બનાવ ભયંકર તો હતો જ (સુમિતની વાતમા હામી ભરાવતા આરવ બોલ્યો ) અને ઉમેર્યુ, પણ હવે એ બનાવ બની ગયો જેને આપણે બદલી શકવાના નથી . માટે હવે તુ એની ભયાનકતા ને ભુલે એમા જ મજા છે પણ હા , એ બનાવ માટે જવાબદાર રાઘવને નથી ભુલવાનો.

હા આરવ એ બનાવ માટે પણ અને હૉસ્પિટલમાં જો અંકિતાની ડેથ કોરોનાથી ન થઈ હોય તો તેના ડેથ માટે પણ રાઘવ જ જવાબદાર હશે….(ધ્રુજવા પર માંડ કંટ્રોલ કરતો સુમિત બોલ્યો)

આ સંવાદ ચાલતો હતો તે દરમિયાન સુમિત ના સેલ પર મેસેજ આવ્યો ….લખ્યુ હતુ “આઇ નીડ યોર હેલ્પ ”

“આઇ વીલ બી ધેર ઈન સમ ટાઇમ“ નો જવાબ આપી સુમિત મહા પરાણે આરવની રજા લઈ ત્યાથી નિકડ્યો.(મહા પરાણે જ ને આરવ હજી ક્યા જાણવા મળ્યુ હતુ કે સુમિત તેનાથી શુ છુપાવી રહ્યો હતો? )

સુમિત કાર સ્ટાર્ટ કરી નિકડી પડ્યો જેનો મેસેજ આવ્યો હતો તેને મળવા.બે-ત્રણ કલાકના ડ્રાઈવિંગ બાદ શહેરથી દૂર અવાવરુ જગ્યાએ આવેલ એક નાનકડા મકાન પાસે આવી કાર ઉભી રાખી.કારમાથી ઉતરી આસપાસ કોઈ પણ ન હોવાની ખાતરી કરી મકાનનો દરવાજો ખખડાવ્યો.

દરવાજો ખોલતા જ સુમિત બોલી ઉઠ્યો , શું જરુર હતી તારે બહાર જવાની? આરવને ખબર પડી ગઈ છે કે તુ આ શહેરમાં છે…..

અરે દવા લીધા વિના ચાલે તેમ નહોતુ એટલે જવુ પડ્યુ.અને તને તો ખબર જ છે ને મારા ત્યા જવાથી આપણી પાસે આજે શુ છે….

સારુ ચલ એ બધુ છોડ …. મને એ કે, એની તબિયત કેવી છે?

બસ એ જ પહેલા જેવૂ…. કોમા સ્ટેજ…કોઇ ખાસ સુધાર નથી. આટલા વર્ષ તો કાઢ્યા ,ખબર નઈ હજુ કેટલો સમય કાઢવો પડશે? કહી લાંબો નિશાસો નાખ્યો ,અને પુછ્યુ, તુ મને એ કે , અંકિતાની તબિયત કેવી છે ?કોરોના મટે એમ છે ને?રાઘવે પુછ્યુ

હા, એને સારુ છે હવે, મહાપરાણે સુમિતે જવાબ આપ્યો.

તો તો હવે રજા આપી દેશે ને?

હા, બસ પાચ-છ દિવસ માં(જવાબ આપતા સુમિત મનમાં વિચારી રહ્યો  હતો કે કેમ કરી કહુ , શું થયુ છે અંકિતા સાથે?)

અરે હા, હું  એ તો ભુલી જ ગયો , તારો મેસેજ હતો…..તો બોલ શુ કામ હતું?

કામ તો કઈ ખાસ નઈ , હવે જરુરી એવો સામાન ઘણો સામાન પતવા આવ્યો છે તો કિધુ તમે લેતા આવજો.રાઘવે જવાબ આપ્યો

તો એ તો રાઘવ તુ ફોન પર પણ કહી શકતો તો ને , મને અહિયા બોલાવાની શી જરુર?

સામાન મંગાવવો એતો બાનુ છે . ખરેખર તો આ અવાવરુ જગ્યાએ એકલા પડી રહેવાનુ ગમતુ નથી. માટે વિચાર્યુ તમને મેસેજ કરી લવુ.

વાત સાચી છે રાઘવ તારી ,આ અડધો મરેલો પેશન્ટ અને આ ભેંકાર મારતી જગ્યા – આમા સમય કાઢવો કઠિન તો છે.

અને આમ ગણી બધી વાતો કરી અને આગળ શું કરવુ તેની યોજના તૈયાર કરી સુમિત ત્યાથી ચાલતો થયો.

Leave a Reply